તમે પીને ઢીંગલી થાઓ કે ના થાઓ પણ આ સોંગ જોઈને જરૂર ઢીંગલી થઈ જશો 🍻
રાકેશ બારોટના અવાજમાં આ કડક ગીત સાંભળ્યા વગર પાર્ટી પૂરી ન થાય. તમારા એ મિત્રને ટેગ કરો જે આ ગીત સાંભળીને ઢીંગલી થઈ જવાનો છે! 👯♂️🔥
#MaujeDariya #Dhingali #RakeshBarot #HitulPujara
#hiteshthaker
@rakesh_barot_official@taksh999@manavgohil@hitulpujara@hiteshthaker37
*ગુજરાતની જાણીતી અભિનેત્રી, મહિલા અગ્રણી અને ગોપી ક્લબના ફાઉન્ડર શિલ્પાબેન ઠાકર ના આમંત્રણથી ગઈકાલે સ્ટુડિયો રાગ ખાતે યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. ૨૦૨૨થી આ સંસ્થા કાર્યરત છે. આ સંસ્થાની બેહનો આત્મનિર્ભર બનીને પોતાના કુટુંબના નિર્વાહ માટે સતત કાર્યરત છે. આ સંસ્થાના રાહબર શિલ્પાબેન મહિલાઓને પગભર કરવા અથાગ મેહનત કરી રહ્યા છે. વિવિધ કાર્યક્રમો યોજીને મહિલાઓને પ્રોત્સાહિત કરીને તેમના દ્વારા જે વસ્તુઓ નું ઉત્પાદન કરવામાં આવ્યું હોય તેના વેચાણ માટે પ્રદર્શન યોજીને આવક મેળવવામા સહાય કરવામાં આવે છે. સંસ્થા દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. દિવાળીના તહેવારો દરમ્યાન અનાથ બાળકોને ફટાકડા, ટી શર્ટ તથા ચાલીસ પરિવારોને મીઠાઈ વહેચવામાં આવી. આદિવાસી વિસ્તારોમાં આર્મીના સહયોગ થી બાળકોને કીટ આપવામાં આવી. શિલ્પાબેને સંસ્થા દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ ની માહિતી આપતાં જણાવ્યું હતું કે આજે હું આ કાર્યો કરી રહી છું તેનો જશ મારા માતા - પિતાને જાય છે. એમણે આપેલ સંસ્કારો નું આ પરિણામ છે. ખાસ તો મારા માતૃશ્રી ઇલાબેન ઠાકર મને આ કાર્યો કરવાની પ્રેરણા પૂરી પાડે છે. આ સંસ્થાના શરૂઆતના દિવસો ખુબ જ સંઘર્ષમય રહ્યા હતા. અનેક લોકોએ અમારી ટીકાઓ પણ કરી તેમ છતાં અમે અડગતાથી મક્કમ રીતે આગળ વધ્યા અને પરિણામ સ્વરૂપ બહેનો નો સાથ મળતો રહ્યો. અમે સંગઠિત રહીને કાર્યો કરી રહ્યા છીએ. આજના આ કાર્યક્રમ દરમ્યાન સંસ્થાની બહેનો જીજ્ઞાબેન વ્યાસ, તથા ઉર્વીબેન ચૌહાણ નું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્મમાં અમેરિકા સ્થિત અશોકભાઈ ગોકળદાસ, અભિનેત્રી જૈમિનીબેન ત્રિવેદી, આસિસ્ટન્ટ ડાયરેક્ટર વિશાલ પટેલ,જાણીતા કલાકાર મિતેષ પ્રજાપતિ, મનીષભાઈ ભગત સહીત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.*
*અશોક ગોકળદાસ.*
📌Exclusive chat with Shilpa Thaker📸 From her film industry dream team to on-set fun stories and that adorable “Ek Daal Na Pankhi” invitation to fans!😍
#ChaniyaToli #ShilpaThaker #GujjuRocks
🎤 પ્રખ્યાત TV સિરિયલ ‘એક ડાળ ના પંખી’ ની રાધિકા વકીલ એવા શિલ્પા બેન Thakerની આ વાત સમજવા જેવી...👌છેલ્લે સુધી જોજો...
#GujjuRocksExclusive #ChaniyatoliPremier #GujaratiFilmUpdates #GujjuRocks